વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે સીસકોન સીરામીક કારખાનાની છત ઉપરથી નીચે પડતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાઈન્સનગરમાં રહેતો મહેશભાઇ આહાભાઇ સાલાણી (ઉ.વ.૧૮) નામનો યુવાન ગત તા.૬ ના રોજ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં સીસકોન સીરામીક કારખાનાની છત ઉપર ડામરકામ કરતો હતો દરમ્યાન અકસ્માતે છત ઉપરથી પડી જતા તેને માથામાં ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.