રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ્ હસ્તે મચ્છુ-૨ નહેરની માઈનર પાઇપ નહેરનું લોકાર્પણ કરાશે
રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને મચ્છુ-૨ સિંચાઈ યોજનાની મુખ્ય નહેરની ડાયરેક્ટ માઈનોર M-2/R ની પાઇપ નેહરનો લોકાર્પણ કાર્યક્રમ ૩૦મી જૂને સાંજે ૪ કલાકે યોજાશે.
મચ્છુ-૨સિંચાઈ યોજનાની મુખ્ય નહેરની ડાયરેક્ટ માઇનોર M-2/R નું રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ્ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ લોકાર્પણ થકી M-2/R ના કમાન્ડ વિસ્તારનાં ખાતેદારોને સિંચાઇની સુવિધા ઉપ્લબ્ધ થશે.
આ કાર્યક્રમમાં રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારીયા, પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા જિલ્લાના પદાધિકારી, અધિકારીઓ ઉપસ્થિત રહેશે