મોરબી: શનિવારે રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ખોખરા હનુમાનજી ધામ,બેલા-રંગપર,મોરબી ખાતે જિલ્લાકક્ષાના ૭૨માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. સવારે ૯:૧૫ કલાકે આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે, સાંસદઓ,ધારાસભ્યઓ, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ સિહોરા, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ.કે શ્રીવાસ્તવ, કલેકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસવડા એસ.આર ઓડેદરા, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે મોરબીને હરિયાળું બનાવવા ખોખરા હનુમાનજી ધામ,બેલા-રંગપર ખાતે વિવિધ વૃક્ષો વાવી પર્યાવરણના જતનનો સંકલ્પ લેવામાં આવશે.