Thursday, April 24, 2025

રાજકોટ : ટેકાથી થોડા ઓછા ભાવ હોવા છતાં યાર્ડમાં ધસારો, 90,000 મણ સોયાબીન ઠલવાયા

Advertisement
Advertisement
Advertisement

સરકારે એમ.એસ.પી. અર્થાત્ ટેકાના ભાવે ખરીદીની જાહેરાતો કરી છે પરંતુ, ખેડૂતોને સાચો ટેકો માર્કેટ યાર્ડોથી મળી રહ્યાનો અહેસાસ હોય તેમ સરકારને જણસી વેચવાની રાહ જોવાનું છોડીને યાર્ડમાં વિવિધ કૃષિપાકોના ઢગલા થવા લાગ્યા છે અને સાથે વેચાણ પણ પૂરજોશમાં થઈ રહ્યું છે. આજે રાજકોટ બેડી યાર્ડમાં 90,000મણ એટલે કે 18 લાખ કિલો સોયાબીનના ઢગલા થયા હતા.

બે દિવસ પહેલા યાર્ડમાં સીઝનની સર્વાધિક 1.65લાખ મણ મગફળી ઠલવાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે મગફળી અને સોયાબીનનો વિક્રમી પાક થયો છે. સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ મગફળીના પ્રતિ મણ રૂ।.1356.60 અને સોયાબીનના રૂ।. 978 છે. આ સામે યાર્ડમાં હાલ મગફળીના રૂ।. 951થી 1240 અને સોયાબીનના રૂ।. 785થી 900 પ્રતિ મણના ભાવે સોદા થઈ રહ્યા છે. પરંતુ, સરકારી ખરીદીમાં અનેક પ્રક્રિયા અનુસરવાની હોય છે, સાથે ગુણવત્તાયુક્ત માલ જ ખરીદ થાય છે, પેમેન્ટ નિયત સમય બાદ જ મળે છે. ત્યારે યાર્ડમાં થોડો નબળો માલ પણ ઓછા ભાવે ખરીદી લેવાની અને ચૂકવણુ તુરંત કરવાનો નિયમ છે.

દરમિયાન તેલીબીયાનું મબલખ ઉત્પાદન અને હવે તેની ધૂમ આવક શરુ થવા સાથે ખાદ્યતેલોના કૃત્રિમ ભાવ વધારાને બ્રેક લાગી છે. સિંગતેલ પ્રતિ 15 કિલો નવા ડબ્બામાં ત્રણ દિવસમાં રૂ।. 35 ઘટીને આજે રૂ।.2600-2650ના ભાવ, કપાસિયા તેલના ભાવ ઘટીને રૂ।.2245-2295 થયા હતા.જ્યારે પામતેલના ભાવ ઉંચાઈ પર ટકાવી રખાયા છે અને આજે પણ રૂ।.2185-2190ના ભાવે સોદા પડયા હતા.

Related Articles

Total Website visit

1,502,266

TRENDING NOW