રાજકોટ: સમગ્ર વિશ્વમાં કોરોના કહેરે હાહાકાર મચાવ્યો હતો. ત્યારે બીજી લહેર પણ ઘાતક નીવડી છે. ત્યારે રાજકોટના સરધાર નજીક આવેલ નાના એવા ઉમરાળી ગામમાં આહિર પરિવારના ત્રણ સભ્યોના કોરોનામાં અવસાન થતાં પરિવારમાં માતમ છવાયો છે.
ઉમરાળી ગામે દેવરાજભાઈ ભાનુભાઇ હેરભાની પ્રેગનન્ટ દીકરી શીતલબેન કોરોનાગ્રસ્ત થયા હતા. તે વેળાએ શીતલબેને બાળકને જન્મ આપ્યો અને ચાર દિવસ બાદ શિતલબેનનું અવસાન થયું હતું. જેથી ચાર દિવસનું બાળક માતા વિહોણું બન્યું હતું. પૌત્રીના અવસાન સમાચારના આઘાતથી સરી પડેલા દાદા ભાનુભાઇ ગોવિંદભાઈ હેરભાનું પણ નિધન થતાં હેરભા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. હજુ તો દુખની ઘડીમાં ઉભા જ નહોતા થયા ત્યાં ભાનુભાઇના નાના દિકરા ભરતભાઇ હેરભાનું કોરોનામાં મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. આમ એક જ પરિવારના એક અઠવાડિયામાં દાદા-પૌત્રી અને ચાર-પાંચ દિવસમાં પુત્ર ભરતનું કોરોનામાં અવસાન થતાં નાના એવા ઉમરાળી ગામમાં ગમગીની છવાઇ છે.