વાંકાનેરના વીશીપરા પ્રાથમિક શાળા પાસે રહેતો યુવાન ધંધાના કામે રાજકોટ તથા અમદાવાદ જવાનું કહીને નીકળ્યા બાદ પરત ન ફરતાં પરિવારજનોમાં ચિંતા વ્યાપી હતી. જેથી વાંકાનેર સીટી પોલીસ મથકે ગુમ થયાની નોંધ કરાવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરમાં વીશીપરા પ્રાથમીક શાળા પાસે રહેતા ધર્મેશભાઇ રમેશભાઇ ભીંડોરા (ઉ.વ.42) ગોપાલ નમકીનની એજન્સી ધરાવે છે. તેઓ ઘરે ગોપાલ નમકીનની એજન્સીના ધંધાના કામે રાજકોટ તથા અમદાવાદ જવાનુ કહીને ગત તા. 16ના રોજ સવારના નવેક વાગ્યે ઘરેથી નીકળેલ હતા. તેઓ રાત્રીના પરત આવાનુ કહીને ગયા હતા. પરંતુ આજ દીન સુધી ઘેર પરત આવેલ ના હતા. જેથી કુસુમબેન રમેશભાઇ ભીંડોરાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસ ગુમશુદા ધર્મેશભાઇની શોધખોળ શરૂ કરી છે.