Tuesday, April 8, 2025

રવિવારે મોરબી ખાતે 79મો વિના મૂલ્યે સુવર્ણપ્રાસન ટીપાનો કેમ્પ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી: છેલ્લા આઠ વર્ષથી દર મહિને પુષ્યનક્ષત્ર પર મોરબીમાં સૌથી વધુ બાળકોને ટીપા પીવડાવ્યા બાદ આ વખતે પણ રવિવારે રામ નવમી અને પુષ્યનક્ષત્રનું ઉત્તમ સંયોજન છે માટે આયુ જીવન આયુર્વેદ દ્વારા બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે 06-04-2025 રવિવારે સવારે 10 થી 01 અને સાંજે 04 થી 06 શ્રી સોરઠીયા લુહાર જ્ઞાતિની વાડી સ્વામિનારાયણ મંદિર ગેટ વાળી શેરી તથા પુજારા મોબાઈલ વાળી શેરી શનાળા રોડ મોરબી ખાતે ૭૯મો વિનામૂલ્યે આયુર્વેદિક રસીકરણ સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાશે. સમગ્ર ગુજરાતમાં એક જ સ્થળે સૌથી વધુ બાળકોને ફ્રીમાં ટીપા પીવડાવવાનો રેકોર્ડ આ કેમ્પના નામે છે.

આ કેમ્પમાં જન્મ થી 12 વર્ષ સુધીના તમામ બાળકોને તથા પ્રેગ્નન્ટ લેડીઝને આ ટીપા વિનામૂલ્યે પીવડાવવામાં આવશે. જે લોકો પહેલી વખત આ કેમ્પમાં આવે તેમને ત્યાં સ્થળ પર જ સ્વયંસેવકોને કહી ગ્રુપમાં જોઈન્ટ થઈ જવું જેથી દર મહિનાની તારીખ તથા સ્થળ તમને મળતા રહે.

સુવર્ણપ્રાશનના ફાયદા : રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જે કોઈપણ રોગ સામે રક્ષણ આપે છે. જેથી કોઈપણ રોગ ઝડપથી આવતા નથી., પાચનતંત્ર મા સુધારો કરે છે, યાદશક્તિમાં વધારો કરે છે., ગુસ્સો તથા ચીડચીડીયા પણું ઓછું થાય છે., તાવ, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શનથી બચાવ કરે છે., શારિરીક તથા માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે., વાન ઉજળો કરે, તેજસ્વી તથા ચપળ બનાવે., આ ટીપા આયુર્વેદિક હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી.

વધું વિગત માટે સંપર્ક કરો રાજ પરમાર (આયુ જીવન આયુર્વેદ) મો:- 97226 66442

Related Articles

Total Website visit

1,501,707

TRENDING NOW