રવાપર ઘુનડા રોડ પર આવેલ ફ્લોરા 158 માં 26 મી જાન્યુઆરી નિમિતે સવારમાં ધ્વજવંદન ના કાર્યક્રમ નુ રંગારંગ આયોજન થયુ હતુ. જેમાં ધ્વજ વંદનના કાર્યક્રમ વહેલી સવારે ફ્લોરા 158 માં રહેતા તમામ રહેવાસી નુ સમુહ ચંદન નું પણ આયોજન રાખેલ હતું જેમાં ફ્લોરા 158 ના તમામ સભ્યો સાથે મળીને સવારનો નાસ્તો કર્યો હતો .ધ્વજ વંદન ના કાર્યક્રમ માં ફ્લોરા 158 નાાના મોટા બાળકો એ દેશભક્તિ આધારિત સ્પીચ આપી અને દેશભક્તિ આધારિત નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરયા હતા ત્યારબાદ રમત ગમત રમવાનું પણ આયોજન રાખેલ હતુ . નાના બાળકો થી લઈને વડીલો સુધીની તમામ લોકો રમત ગમત માં ભાગ લીધો હતો અને રમત ગમત માં વિજેતા થનાર ને પારિતોષિક થી સન્માનિત કરવા માં આવ્યા હતા.
આ કાર્યક્રમ ને સફળ બનાવા માટે ફ્લોરા ૧૫૮ પ્રમુખ શ્રી નિમેષ જીવાણી તથા કમિટી મેમ્બર એ ભારે જહેમત ઉઠાવી હતી.