Wednesday, April 23, 2025

રણછોડનગરમા જુગાર રમતા 5 મહીલા સહીત 11 ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં રણછોડ નગરમા તીનપત્તીનો જુગાર રમતા 5 મહીલા સહિત 11 પત્તાપ્રેમીઓ ને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબીના રણછોડનગરમા સાંઈબાબાના મંદિર વાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓ આનંદભાઇ પરશોતમભાઇ પરમાર, જગદીશભાઇ છગનભાઇ પરેસા, મહેશભાઇ પ્રેમજીભાઇ ઇન્દ્રરીયા, પાર્થભાઇ દીલપભાઇ અશ્વાર, જુસબભાઇ ઓસમાણભાઇ નનામરા, રવિરાજસીહ મહેન્દ્રસિંહ પરમાર, અમરબેન હસમુખભાઇ મયૈડ, સુનીતાબેન લાલજીભાઇ સોલંકી, કંકુબેન ઇન્દુભાઇ ઠુંગા, પુજાબેન મોહનભાઇ ઇન્દ્રરીયા (રહે બધાં રણછોડનગર મોરબી-૦૨) તથા મનીષાબેન ભરતભાઇ સેખાણી (રહે. રમેશ કોટન મીલ પાછળ વીશીપરા મોરબી-૦૨) નેં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે રેઇડ દરમ્યાન રોકડ રકમ રૂ.૨૨૧૪૦ ના
મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,262

TRENDING NOW