Thursday, April 24, 2025

યુવા આર્મી ગ્રુપ: મોરબીની કોઈપણ ઇમરજન્સી સામે બાથ ભીડવા તૈયાર રહેતું ગ્રુપ

Advertisement
Advertisement
Advertisement

“ઈમરજન્સી એટલે યુવા આર્મી ગ્રુપ

મોરબી: દેશના જરૂરિયાત સમય પર ભારતીય ‌સેના તૈયાર રહે છે. એજ રીતે આ યુવા આર્મી ગ્રુપ હંમેશા મોરબીની કોઈપણ ઈમરજન્સી સામે બાથ ભીડવા તૈયાર રહે છે. જે માટે થયને મોરબીના લોકોમાં આ ગ્રુપ ઈમરજન્સી એટલે યુવા આર્મીથી હંમેશા ચર્ચામાં રહે છે. અને બધા લોકો ગ્રુપનો હેલ્પલાઇન નંબર પણ ઈમરજન્સી નામથી પોતાના કોન્ટેક્ટમાં સેવ રાખે છે.

ભારતીય ‌સેનામાં ટેકનીકલ કમ સોલ્જર તરીકે પાંચ વર્ષ સેવા આપી નિવૃતીલય મોરબીના પિયુષભાઈ બોપલિયા દ્વારા 2018થી બ્લડની ઈમરજન્સી જરૂરીયાત પૂરી કરવા માટે શરૂ થયેલું હતું. આ ગ્રુપ રાત દિવસ જોયા વગર લોકોને કોઈ પણ બ્લડની ઈમરજન્સી જરૂરિયાત પુરી કરવા તૈયાર રહે છે. અને ‌અત્યાર સુધી હજારો લોકોને નવજીવન આપી ચુક્યુ છે. કોરોના મહામારીમાં લોકડાઉન દરમિયાન જ આ ગ્રુપ દ્વારા 100 થી પણ વધુ બોટલ બ્લડની વ્યવસ્થા મોરબી જનરલ હોસ્પિટલમા‌ં કરી આપવામાં આવી હતી. તથા સમગ્ર ‌લોકડાઉન દરમિયાન મોરબીમાં ‌એકમાત્ર ગ્રુપ હતું કે, જેમણે લોકડાઉનની શરૂઆતથી‌ અંત સુધી મોરબીમાં જરૂરિયાતમંદ લોકો માટે ભોજન બનાવીને પહોંચાડી હજારો લોકોની જઠરાગ્નિ ઠારી માનવતા મહેકાવી હતી.

તથા જનરલ હોસ્પિટલમાં ડોક્ટર તથા મેડિકલ સ્ટાફ માટે પીપીઈ કીટ દાન કરી પીપીઈ કીટની જરૂરીયાત પૂરી પાડી હતી. ત્યારે કોરોના બીજા રાઉન્ડમાં મોરબીની કોરોનાને કારણે ગંભીર પરિસ્થિતિ ઉભી થય છે. ત્યારે યુવા આર્મી ગ્રુપ લોકોનો સહારો બની આગળ આવ્યું છે. ‌જેમાં લોકોને પડી રહેલી ઓક્સિજન સિલિન્ડર અને રેગ્યુલેટરની ઘટના વૈકલ્પિક વ્યવસ્થા કરવા ગ્રુપ દ્વારા તાત્કાલિક ધોરણે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન મંગાવી લોકોની ઓક્સિજનની જરૂરીયાત ગ્રુપ દ્વારા પુરી પડાય ‌રહી છે. સાથે સાથે ગ્રુપ દ્વારા અન્ય સંસ્થાઓના સહયોગથી લોકો માટે એમ્બ્યુલન્સ પણ સેવા શરૂ કરવામાં આવી છે. જેનુ નિઃશુલ્ક લાભ‌ મોરબીના લોકોને મળી રહ્યો છે. યુવા આર્મી દ્વારા શરૂ કરવામાં આવેલ 24 કલાક નિ:શુલ્ક એમ્બ્યુલન્સ સેવાનો કોઈપણ કોરોનાગ્રસ્ત જરૂરીયાતમંદ દર્દી લાભ લેવા માટે મો.9256565252 પર સંર્પક કરી શકશે. તેમજ ઓક્સીજનની જરૂરિયાતવાળા દર્દીઓ 93493 93693 પર સંપર્ક કરી શકશે.

Related Articles

Total Website visit

1,502,272

TRENDING NOW