મોરબીમાં મસ્તી મસ્તીમાં યુવાનને ગાળો બોલતો હોય ગાળો બોલવાની ના પાડતા બે શખ્શોએ યુવાનને છરી અને પાઇપ વડે હુમલો કરીને ઈજા પહોંચાડી હતી. તેમજ જાતિ પ્રત્યે યુવાનને અપમાનિત કરવામાં આવતા બન્ને શખ્શ વિરૂધ યુવાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વણકરવાસમાં રહેતા ભરતભાઈ ગોવિંદભાઈ પરમાર (ઉં.વ.૨૫)એ આરોપીઓ સીરાજ રાજુભાઈ સુમરા તથા સલીમભાઈ ઈસ્માઈલભાઈ સુમરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૩નાં રોજ જેલ રોડ પર વણકરવાસ સરકારી સ્કુલ પાસે આરોપી સિરાજ સુમરા અને સલીમભાઈ સુમરા (રહે. બન્ને વજેપર) વાળા ફરિયાદીની મસ્તી કરી ગાળો આપતા હોય જેથી યુવાને ગાળો આપવાની ના પાડતા તેનો ખાર રાખી આરોપીઓએ છરી વડે ઘા કરી તેમજ રસનાં પાઈપ વડે મુંઢમાર મારી ઈજા પહોંચાડી હતી. તેમજ ગાળો બોલી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.