Friday, April 4, 2025

યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારી દુબઈ ડિપ્લોમેટીક કોન્ફરન્સમાં ભાગ લેશે

Advertisement
Advertisement
Advertisement

યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારી દુબઈ ડિપ્લોમેટીક કોન્ફરન્સમાં ભાગ લેશે

ન્યૂયોર્ક સ્થિત યુનાઇટેડ નેશન સિમ્યુલેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા કોન્ફરન્સનું આયોજન

મોરબી : આપવાનો આનંદ સૂત્રને સાર્થક કરી મોરબી શહેર જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી આગામી મે મહિનામાં ડિપ્લોમેટીક કોન્ફરન્સમાં ડેલિકેટ્સ તરીકે સિલેક્ટ થતા દુબઇ ખાતે યોજાનાર કોન્ફરન્સમાં ભાગ લેવા જનાર છે.

ન્યૂયોર્ક સ્થિત યુનાઇટેડ નેશન સિમ્યુલેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા દુબઈ ખાતે આગામી તારીખ 19 મેથી 22 મે 2023 દરમિયાન ડિપ્લોમેટીક કોન્ફરન્સનું આયોજન કર્યું છે. આ કોન્ફરન્સમાં દેવેનભાઈ રબારી ડેલિકેટ્સ તરીકે સિલેક્ટ થતા સંસ્થા દ્વારા તેઓને કોન્ફરન્સ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, યુનાઇટેડ નેશન સિમ્યુલેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા યંગ લીડર્સ કાર્યક્રમ દુનિયાભરના યંગ લીડર્સ અને ચેન્જ મેકર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે અને કોન્ફરન્સ મારફતે યુવા આગેવાનો એકબીજાના વિચારોની આપ લે અને મોસ્ટ ચેલેન્જીસ વિષય ઉપર ચર્ચા વિચારણા કરવા માટે એકત્રિત થનાર હોવાનું જાણવા મળે છે.

Related Articles

Total Website visit

1,501,525

TRENDING NOW