મોરબી: 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે MOHS તથા IMA ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા યોજાયેલ નિબંધ તથા વાર્તા લેખન પ્રતિયોગિતાને ઈનામ વિતરણ સમારોહ તા. 1 જુલાઈના રોજ IMA હોલ, રવાપર રોડ ખાતે યોજાયો હતો.
જેમાં નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે દિપાલીબેન આડેસરા, બીજા ક્રમે ઘોડાસરા નીલમ, ત્રીજા ક્રમે નિકીતાબેન મુંદડિયા અને આશ્વાસન ઇનામ બદ્રકિયા ભાવિશા અને લીખિયા મીનાબેને પ્રાપ્ત કર્યું હતું. તેમજ વાર્તા સ્પર્ધામાં પ્રથમ ક્રમે કાજલબેન ત્રિવેદી, બીજા ક્રમે શિશંગિયા શીતલ, ત્રીજા ક્રમે નિરાલી રૈયાણી અને આશ્વાસન ઇનામ કસુન્દ્રા ડિમ્પલ તથા મહેશ્વરીબેન અંતાણીએ પ્રાપ્ત કર્યા હતા.
બન્ને સ્પર્ધામાં વિજેતાઓને ઈનામ, સર્ટિફિકેટ તથા પુસ્તકોનો સેટ ભેટ આપવામાં આવેલ હતા. અને સ્પર્ધામાં ભાગ લેનાર મહિલાઓને ઇ-સર્ટિફિકેટ આપવામાં આવશે. આ તકે MOHS તથા IMAના હોદેદારો તથા નિર્ણાયકો તેમજ ડો. વિજય ગઢિયા (પ્રમુખ, આઇ.એમ.એ., મોરબી) તથા ડો. દિપક અઘારા (સેક્રેટરી, આઇ.એમ.એ., મોરબી) હાજર રહ્યા હતા.
