મોરબી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સેવાકીય કામો કરવામાં આવે છે. તેની સાથોસાથ હાલમાં વિદ્યાર્થીઓની સાથે સમાજમાં પણ જે કોરોના જેવી મહામારી ફેલાઈ છે.
ત્યારે મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શાખા દ્વારા રામનવમી નિમિત્તે ભગવાન રામનું પૂજન કરીને સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી દૂર થાય તેવી પ્રાથના કરી હતી. અને તેમના ચરણોમાં પુષ્પ અર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ શહેરમાં ઓમ શાંતિ વિદ્યાલય સામે ઉકાળા અને કોરોના જાગૃતિ અંગેની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં 300 જેટલાં લોકોએ ઉકાળાનો લાભ લીધો હતો.
