મોરબી ૧૮૧ મહીલા અભિયમ હેલ્પ લાઈન ટીમ દ્વારા માત્ર ૧૦ દિવસના માસુમ બાળક સાથે મહીલાને ઘરેથી કાઢી મુકવામાં આવેલી જે મહીલાને પોતાના પરીવાર સાથે પુન મિલન કરાવી સુખદ સમાધાન કરાવ્યુ હતું.
જાણવા મળતી વિગત મુજબ તા.૧૦ ઓગસ્ટના રોજ મોરબી ૧૮૧ મહીલા અભયમ હેલ્પલાઇન ટીમને એક કોલ આવ્યો હતો જેમાં મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે એક બેન ૧૦ દિવસના માસુમ બાળકને લઈને બેઠા હોય જેનો પતિ મારકુટ કરીને તેણે ઘરેથી કાઢી મુકી હોવાની માહિતી મળી હતી જેથી ૧૮૧ મહીલા અભયમ ટીમના કાઉન્સેલર પલ્લવી વાઘેલા મહિલા કોસ્ટેબલ રીટાબેન પરમાર સહિતનો સ્ટાફ સ્થળ ઉપર દોડી ગયો હતો જે મહિલાની ઉંમર ૨૫ વર્ષની હોય અને ઘરેથી કાઢી મુકવામાં આવતા ખુબ ગભરાઈ ગઈ હતી.
જેને ૧૮૧ ટીમે સાંત્વના પાઠવી આશ્વાસન આપ્યું હતું અને શાંતિથી બેસાડી કાઉન્સેલિંગ કરતા તેના પતિએ મારકૂટ કરી હોય અને ઘર ખર્ચ આપતા ના હોવાનું જણાવ્યું હતું. અને મહિલાને ડીલીવરી આવ્યાને ૧૦ દિવસ થયા હોય પતિ દ્વારા મારકૂટ કરીને કાઢી મુકવામાં આવી હતી. જેથી તે સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ આવીને બેસી ગઈ હોવાનું જણાવી રડવા લાગી હતી જેથી મોરબી ૧૮૧ ટીમે સ્થળ પર જ કાઉન્સેલિંગ કરીને ઘરનું સરનામું પૂછી પતિ પાસે લઇ ગયા હતા અને પતિને સમજાવી પુન મિલન સાથે સુખદ સમાધાન કરાવ્યું હતું.