મોરબી હળવદ હાઇવે પર જુગાર રમતા 5 ઝડપાયા.
મોરબીના હળવદ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં એલસીબી ટીમે દરોડો પાડી જુગાર રમી રમતા પાંચ શખ્સોને રોકડા રૂપિયા 46,700 સાથે ઝડપી લીધા હતા.
મોરબી એલસીબી ટીમ આજે પેટ્રોલિંગમાં હતી તે સમયે પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ જીલરીયા, દશરથસિંહ પરમાર તથા ભરતસિંહ ડાભીને મળેલ બાતમીને આધારે મોરબીના હળવદ રોડ ઉપર આવેલ હરીઓમપાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાં દરોડો પાડતા જુગાર રમી રહેલા સંજયભાઇ વલ્લભભાઇ પટેલ, મનસુખભાઇ મગનભાઇ પટેલ, રાજદિપસિંહ ઉર્ફે રવિરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, ભાવેશભાઇ છગનભાઇ પટેલ અને ચિરાગભાઇ ભાઇલાલભાઇ જોષી રહે. બધા મોરબી વાળાઓ રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રૂપિયા 46,500 રોકડા કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં પાંચેય વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.