મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થા માત્ર પ્રજા જોગ જ હોય તેમ શહેર કે હાઈવે પર ભુલથી માસ્ક મોઢેથી ઉતરી ગયુ તો મેમો પકડાવી દેવાય છે. પરંતુ મોરબીની હદમાંથી આરટીઓ કચેરી હોય કે માળીયા પોલીસ સ્ટેશન હોય સરકારી કચેરી સામેથી પસાર થતા ગેરકાયદેસર ખનીજ ભરેલા ડમ્પરો કોઈ સરકારી બાબુઓને કેમ નહી દેખાતા હોય તે પ્રશ્ન વર્ષો જુનો અને ચર્ચાનો વિષય બની ગયો છે. છતા નમાલા નેતા અને ભ્રષ્ટ સરકારી અધિકારીઓના કારણે માળીયા અને હળવદ વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજચોરીનુ હબ બની ગયુ છે.
જેની સામે આજદિન સુધી પોલીસતંત્ર કે ખનીજ વિભાગે પૈસાના જોરે જાણે ઘુંટણીયા ભેર થઈ ગયા હોય તેમ સફેદ રેતી ભરેલા ડમ્પરો સામે લાલઆંખ કરવાને બદલે લીલીઝંડી આપી દીધી હોય તેમ હળવદ અને ખાખરેચી રોડ પર સફેદ રેતીનો કાળો કારોબાર ફુલીફાલ્યો છે. સમ્રગ રેતીચોરીમાં મસમોટા હપ્તા મોરબી સુધી પહોચતા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. કારણ કે હળવદ અને માળીયા પોલીસના નાક નીચેથી ખુલ્લેઆમ મીઠીનજર હેઠળ બેફામ રેતી ભરેલા ડમ્પરો દોડી રહ્યા છે તે ચર્ચાનો અને તપાસનો વિષય છે. હાલ તો મોરબી શહેરની હદમાંથી બેરોકટોક રેતી ભરેલા ગેરકાયદેસર ડમ્પરો ગુલાબી નોટોની મહેરબાનીથી જ દોડતા હોય તેઓ ઘાટ જોવા મળે છે. ખાખરેચી રોડ પર રાત દિવસ કફર્યુ દરમિયાન પણ આખીરાત પુરપાટ સ્પીડે ડમ્પરો દોડી રહ્યા છે જોકે આ સમ્રગ સફેદ રેતીચોરીથી સરકારી તિજોરીને કરોડો રૂપિયાની ખોટ અને સરકારી બાબુઓ માલામાલ હપ્તા લઈને ફાટીને ધુમાડે ગયેલા બાબુઓને હાઈવે પર દોડતા રેતી ભરેલા ડમ્પરો કેમ નહી દેખાતા હોય કે પછી ગુલાબી નોટો નો મોતીયો આવી ગયો છે.

હળવદ પંથકમાં થતી ખનીજચોરીના દુષણે માજા મુકી છે છતાય આ ગેરકાયદેસર પ્રવૃતિ નમાલા હપ્તાખોર બાબુઓના કારણે અટકતી નથી જેના કારણે મોરબી જિલ્લાનુ તંત્ર પૈસાના જોરે સડી ગયુ હોય તેમ પૈસા ફેકો તમાશા દેખો જેવો તાલ જોવા મળે છે હળવદ પંથકમાં થતી ખનીજચોરી જગજાહેર છે છતા મોરબી જિલ્લા કલેકટરે આજદીન સુધી કોઈ નક્કર કડક પગલા લેવામાં કેમ ઢીલીનીતિ રાખી છે તે પણ એક ચર્ચાનો વિષય છે નીચેથી ઉપર સુધી નિવેધ પહોચતા હોય તોજ આટલી મોટી ખનીજચોરી શક્ય છે તેવુ સ્થાનીક લોકોની ચર્ચા સાથે બુદ્ધિજીવીઓનુ માનવુ છે અત્રે ઉલ્લેખનીય છેકે જાહેર માર્ગ ઉપરથી પસાર થતા ખનીજ ભરેલા ડમ્પરો અંધ અધિકારીને કેમ નહી દેખાતા હોય ખાણખનીજ વિભાગ પણ સરકારી ડિઝલ બાળીને ખોટી હવામાં ફરી હવાતીયા મારે છે.
ત્યારે કાર્યવાહી કરવામા આ બધા સરકારી બાબુઓને ક્યો ગ્રહ નડે છે કે પછી મગરમચ્છ જ આ બધાનો શિકાર કરી પૈસા બનાવી રહ્યો છે ? હાલ તો રાજકીયે ઈશારે સરકારી બાબુઓ નાચતા હોય તેમ મસમોટી ખનીજચોરીમાં સરકારી બાબુઓ માલામાલ બનવા તોલાઈ ગયા હોય તેવો ઘાટ બેફામ થતી ખનીજચોરી પરથી સાબિત થાય છે જે પૈસા કમાવવાની લાલચમાં નમાલા અધિકારીઓની મેલીમુરાદમાં નિર્દોષ લોકોની જિંદગી હોમાઈ છે જેની જવાબદારી કોની ? આ હપ્તાખોર અધિકારીઓ કે જેમની રહેમનજર હેઠળથી બેફામ રેતીચોરી થાય છે.

ગઈકાલે રેતી ભરેલા ડમ્પર ચાલકે એમ્બુલન્સને હડફેટે લેતા ત્રણ જિંદગીઓનો ભોગ લીધો કોના કારણે હપ્તારાજથી ગેરકાયદેસર રેતી ભરેલા ડમ્પરો જો બંધ નહી થાય તો બેફામ દોડતા ડમ્પરો હજુ પણ કોઇને ભરખી જાય તો નવાઈ નહી જેની જવાબદારી કોની તેવો સવાલ ઉઠી રહ્યો છે જોકે આ ગેરકાયદેસર ખનીજચોરીમાં કોઈ કડક અધિકારીના દરોડા પડે અથવા ઉંડી તપાસ થાય તો અનેકની આ રેતીચોરીમાં સંડોવણી અને કોના દ્વારા હપ્તાની સાંઠગાંઠથી રેતીચોરી ચાલે છે તે ખુલે તેમ છે તેમજ આ સમ્રગ રેતીચોરીમાં પોલીસતંત્ર અને ખાણખનીજ વિભાગની મીઠીનજર હોય તેમ આંખ આડા કાન કરીને રેતીચોરોને છાવરતા હોય તેમ બેફામ રેતી ભરેલા ડમ્પરો રાત દિવસ દોડી રહ્યા છે.
જે સમ્રગ રેતીચોરીમાં મોરબી જિલ્લાના કોઈ ટોચના સરકારી મગરમચ્છની મહેરબાનીથી જ ધમધમતા હોય તોજ આટલી મોટી રેતીચોરી કરવી શક્ય બની શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે હાલ તો આના પરથી કહી શકાય કે મોરબીના સરકારી અધિકારીઓ માત્રને માત્ર રાજકીય નેતાઓની કઠપુતળીઓ જ હોય તેવો ઘાટ જોવા મળે છે પછી તે રાજા હોય કે પ્રજાનો હપ્તાખોર સેવક એકબીજાને ખો આપી કડક કાર્યવાહી નહી પરંતુ પોતાના ખીસ્સા ગરમ કરવામાં વ્યસ્ત જણાઈ રહ્યા છે જેની નમાલી નિતિએ ત્રણ નિર્દોષનો ભોગ લીધો તેના જવાબદાર કોણ તે ચર્ચાનો વિષય છે.