મોરબી: અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી જાણીતી ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા સ્વ. નિરજ વિનોદભાઈ મકવાણાની દ્વિતીય પુણ્યતિથિ નિમિતે સેવા પ્રકલ્પોનું નાની વાવડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમા નાની વાવડી કુમાર પ્રા.શાળા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ તથા શાળામાં બનાવવામાં આવેલ સ્ટેજ (મંચ)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ દ્વિવિધ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ જયંતિભાઈ પડસુંબિયા ,તાલુકા પંચાયતના સદસ્ય પરેશભાઈ રૂપાલા, બી આર.સી કોર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા, SSA ટીચર ટ્રેનર પ્રવિણભાઈ ભોરણિયા,સી.આર.સી કોર્ડીનેટર રમેશભાઈ કાલરીયા, નાની વાવડી ગામના સરપંચ જયંતિભાઈ એમ પડસુંબિયા, રાજેશભાઈ ઘોડાસરા તથા મોરબી જિલ્લા શિક્ષક સંઘના મહામંત્રી દિનેશભાઈ હુંબલ, HTAT મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ મુકેશભાઈ મારવાણીયા તથા ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના પ્રમુખ ડો.જયેશભાઈ પનારા, શાખા સ્થાપક પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, સંગઠન મંત્રી દિલીપભાઈ પરમાર ,ઉપપ્રમુખ ડો.મનુભાઈ કૈલા,હરેશભાઈ બોપલિયા, મંત્રી અશ્વિનભાઈ રાઠોડ, મોરબી વોર્ડ નંબર -9 ના કાઉન્સિલર જયંતીભાઈ વિડજા, મગનભાઈ અઘરા, હરદેવભાઈ ડાંગર, રમેશભાઈ છૈયા, પ્રજ્ઞાબેન જેઠલોજા તથા હરેશભાઈ ગોહેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહેમાનોએ સ્વ.નીરવને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી આપી હતી. આ તકે મહેમાનોનું પુસ્તક તથા દાતા પરિવારનું મોમેન્ટો આપી ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
