મોરબી: લખધીરપુર રોડ પર આવેલ સીરામીક પ્લાઝા-૨ પાસે જય માતાજી નર્સરી નજીકથીં કોઈ અજાણ્યો ઇસમ બાઈક ચોરી ગયો હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ પર આવેલા સીરામીક પ્લાઝા-૨ પાસે જય માતાજી નર્સરીમાં રહેતા કિશનપાલસિંઘ શ્રીલાલારામ કુંભારએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૫/૦૪/૨૦૨૧ ના રાત્રીના દશ વાગ્યાથી તા.૦૬/.૦૪/ ૨૦૨૧ના સવારના છ વાગ્યાની વચ્ચે કોઇ પણ સમયે ફરીયાદીનું હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ નં-GJ- 03-R-3725 (કીં.રૂ.૧૫,૦૦૦) વાળું મોટરસાયકલ લખધીરપુર રોડ પર આવેલ સીરામીક પ્લાઝા-૨ પાસે જય માતાજી નર્સરી નજીકથીં કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.