મોરબીમાં સેવીઓન સીરામીકના માલિક જે Qbo બ્રાંડથી મશહૂર છે
(અહેવાલ: રમેશ ઠાકોર હડમતિયા)
ટંકારા તાલુકાના હડમતિયા ગામે તા. 2/7/1977 માં જન્મેલ નિલેશભાઈ રાણસરીયાએ પોતાની કારકીઁદીની શરુઆત 11/4/1984 થી પોતાના પિતાની કરીયાણાની દુકાનમાં પિતાને મદદ કરી ધંધાની સુજબુજને સમજવાનું ચાલુ કર્યુ અને સમય જતાં ધંધો ધંધાને શીખવે તેમ હાલમાં મોરબીમાં પોતાનું સીરામીક યુનીટ તથા કચ્છમાં ચાઈના કલે માટીનું યુનીટ ધરાવે છે. અને નવું નવું શીખવાની જીજ્ઞાસા હોય તેની પોતાના નામે ૨૦ પેટંટ ને પોતાના નામે કરવાની પ્રકીયા ચાલુ છે. તેમાં એક વિશ્વ પેટંટનો પણ સમાવેશ થાય છે.

સદાય મદદની ભાવના રાખતા નિલેશભાઈ રાણસરિયાએ કોરોનાના કપરા સમયમાં કોવીડકેર હોય કે કોઈ પેસન્ટને બહારના રાજ્યમાં એરબસ દ્વારા મોકલવાનાં હોય સતત ખડેપગે રહી સેવા આપી તત્પર રહ્યા છે. અને મોરબીમાં સીરામીક એસોશિયનથી કાર્યરત કરેલ ઓક્સિજન પ્લાંટમાં સેવા આપી પોતાનું યોગદાન આપેલ છે. પોતાના વતન હડમતીયા ગામમાં પણ જ્યારે કોરોના કાળમાં જરુરીયાત હોય ત્યારે રાત દિવસ જોયા વગર સેવા આપવા તત્પર રહેલ જે માધ્યમિક શાળામાં પોતે અભ્યાસ કયોઁ તે જ શાળામાં ટ્રસ્ટી તરીકે પણ સ્થાન ધરાવે છે.
આજે નિલેશભાઈ રાણસરીયાએ ૪૩ વર્ષ પુર્ણ કરી પોતાના જીવનના ૪૪ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. હાલ તાજેતરમાં નિર્માણ પામી રહેલ માટેલ રોડના કામકાજમાં સતત માર્ગદ્રષ્ટા બનીને પોતાની સેવા આપી રહેલ છે. આજના તેમના જન્મદિવસ નિમિત્તે બહોળું મિત્ર સર્કલ, સગાંસંબંધીઓ, સિરામિક એસોસિયેશન મિત્રો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
