મોરબી: ગુજરાત રાજ્યના અમદાવાદ સીજીએસટી ઝોન માટે ઝોનલ ‘ફરિયાદ નિવારણ સમિતિ’ ની રચના કરવામા આવેલ છે. અને તેમા જીએસટી સંબંધિત મુદ્દાઓ પર કરદાતાઓની ફરિયાદોને દૂર કરવા માટે તેમજ ઔધોગિક પ્રશ્ર્નો અને તેને વાચા આપવા માટે જીએસટીની રાજ્યકક્ષાની કમીટીમાં મોરબી સિરામીક એશોસીએસનના પ્રમુખ નિલેષભાઇ જેતપરીયાની સભ્ય તરીકે નિમણૂંક થઇ છે.
આ કમીટી મા કુલ -૨૩ મેમ્બરમાંથી મેન્યુફેક્ચરર કરતા હોય તેવા ફકત બે જ એશોસીએસન તેમજ ૧૩ જુદા જુદા ચેમ્બર અને એશોસીએસનનો સમાવેશ કરવામા આવ્યો છે. જેમા ઉત્પાદક એશોસીએસન મા સ્પીનીંગ તેમજ સિરામીક એશોસીએસન ને લેવામા આવ્યા છે. ત્યારે મોરબી જીલ્લાને પ્રથમ વખત જ કમીટીમાં સ્થાન મળતા મોરબી જીલ્લાના જીએસટીને લગતા સજેશનો તેમજ પ્રશ્નો માટે વાચા મળશે અને જીએસટી અને ઉધોગો વચ્ચે સુચારૂ સંકલન થશે. ત્યારે મોરબી સિરામીક એશોસીએસન ના પ્રમુખ નિલેષ જેતપરીયાની નિમણુક બદલ મોરબી સિરામીક એશોસીએસન ગૌરવની લાગણી અનુભવે છે.