Wednesday, April 23, 2025

મોરબી સિવિલ હોસ્પિટલે કોરોનાકાળમાં ખડેપગે રહી સેવા આપનાર જિલ્લા પંચાયત સદસ્ય અજય લોરીયાની કામગીરીને બિરદાવી

Advertisement
Advertisement
Advertisement

સિવિલ હોસ્પિટલ વતી હોસ્પિટલના ડો.કાંતિલાલ સરડવા દ્વારા અજય લોરીયાની કામગીરીને બિરદાવી પ્રશસ્તિપત્ર આપી આભાર વ્યક્ત કર્યો

મોરબીની એકમાત્ર જનરલ સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારીમાં કોરોના દર્દીઓનો રાફડો ફુટ્યો હોય તેટલા દર્દીઓ ભર્તી થવા લાગતા હોસ્પિટલમાં સ્ટાફની કમી વર્તાવા લાગી હતી જેથી મોરબીના યુવા સેવાભાવી અજય લોરીયાએ રાત દિવસ એક કરી પોતાના ખર્ચે સ્ટાફને ઉભો કરી મદદરૂપ બન્યા તે બદલ મોરબી સિવિલ હોસ્પિટલે અજય લોરીયાનો આભાર વ્યકત કર્યો હતો.

સમગ્ર વિશ્વમાં કોવીડ-૧૯ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો હતો તેમાં મોરબી જિલ્લો પણ બાકાત નથી રહ્યો અને જાણે મોરબી જિલ્લાને ભરડામાં લીધુ, હોય તેમ ઠેરઠેર માંદગીના ખાટલા જોવા મળતા ઓકસીજન અને દવાની અછત શરૂ થતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી તો દર્દીઓના સગા પોતાના સ્વજનો માટે ઓકસીજન ઈન્જેકશન સહીતની ચીજવસ્તુઓ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આવા કપરા સમયમાં આધી કપરી પરીસ્થિતિમાં મોરબીના અનેક સેવાભાવી લોકોએ કોરોના દર્દીઓની સારવારમાં કહો કે ભોજન આપવાની વાત કરો ગમે તેવી સ્થિતિને પહોચી વળવા પાછીપાની નથી કરતા જેનું પરિણામ આજે મોરબીમાંથી કોરોનાના કેસમા સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તે સાબિત કરે છે. આ શહેરે ઘણી આફતોનો સામનો કરી બેઠુ થયુ છે.

ત્યારે ફરી મોરબીના સેવાભાવી ઉધોગકારો અગ્રણીઓના સહયોગથી આજે મોરબી ફરી બેઠુ થતુ હોય તેમ કોરોના કેસોમાં દીનપ્રતિદીન ઘટાડો જોવા મળતા રાહતનો શ્વાસ લીધો છે ત્યારે આવા સંકટ સમયે મદદરૂપ બનનાર મોરબીના યુવા સેવાભાવી કે જે હરહંમેશ ખડેપગે રહી ગરીબ લોકો હોય કે અન્ય સમાજ સેવા હોય તેઓ ખંભેખંભો મિલાવી સાથ આપે છે જેની ઉડીને આંખે વળગે તેવી કામગીરીને આજે મોરબી સિવિલે ભારોભાર પ્રશંસા કરી તેવા યુવા સેવાભાવી અજયભાઈ લોરીયાને પ્રશસ્તિપત્ર આપી આભાર વ્યક્ત કર્યો હતો.

રાત દિવસ સતત ખડેપગે રહી સેવા આપી મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનના સિલિન્ડર બદલાવા માટે પાંચેક રોજમદારો રાખી સતત ૩૨ દિવસ સુધી રાત્રીના ૮ વાગ્યાથી સવારના ૮વાગ્યા સુધી સેવા આપતા પાંચેક રોજમદારોને અજય લોરીયાએ ઉચ્ચ પગાર આપીને મોરબી સિવિલ હોસ્પિટલમાં એક પણ અઘટિત ઘટના બનવા નથી દીધી જેથી મોરબી સિવિલ હોસ્પિટલે અને હોસ્પિટલ વતી ડો.કાંતિલાલ સરડવા દ્વારા પ્રશસ્તિપત્ર આપીને અજયભાઇ લોરિયાનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં આવી ઉમદા અને પ્રશંસનીય માનવ સેવા આપશો તેવી ભારોભાર પ્રશંસા કરી સંકટ સમયે સેવા આપવા બદલ સન્માનિત કર્યા હતા.

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW