મોરબીમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવ્યો હતો. અને કોરોનાગ્રસ્ત દર્દીઓને બેડ મળવા પણ મુશ્કેલ બન્યાં હતા. સામે ઓક્સિજનની પણ મોટાપાયે અછત સર્જાય હતી. ત્યારે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન અભાવે કેટલાંક દર્દીઓ મોતને ભેટ્યા હતા તે પણ સહુ કોઈ જાણે જ છે.
ત્યારે મોરબીની સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં લીકવીડ ઓક્સિજન વગર હવામાંથી ઓક્સિજન બનાવતો આધુનિક પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જે દર મીનીટે 100 લીટર મેડીકલ ઓક્સીજન જનરેટ કરશે. કોરોના મહામારીમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની તીવ્ર અછત ઉભી થતા રાજકોટ સહિતના શહેરોમાંથી સતત ગાડીઓ મારફતે ઓક્સિજનના સિલિન્ડર હેરફેર કરવામાં આવતા હતા. ત્યારે મોરબી સિવિલ હોસ્પીટલમાં જ હવામાંથી ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થતાં લોકોને થોડી રાહત મળી રહેશે.