મોરબી સિવિલ હોસ્પિટલની વધુ એક લાપરવાહી સામે આવી છે. જેમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં ઓક્સીજનનો જથ્થો ખુટવાની અણીએ પહોંચી જતાં દર્દીઓ હવે ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
મળતી માહિતી મુજબ મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સીજન ઘટતા દર્દીના સગાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. હાલ 6 સિલિન્ડર ઓક્સીજન સ્ટોકમાં હોય જે આશરે માત્ર થોડો સમય ચાલે તેટલો જ ઓક્સીજનનો પુરવઠો બચ્યો હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં ઓક્સિજન લઈને આવતી ગાડી હળબટિયાળી નજીક પલ્ટી મારી ગઇ હોવાની માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થય છે. જ્યારે દર્દીઓની સ્થિતિ કફોડી બની છે.