મોરબીના લગધીરપુર રોડ ઉપર લાલપર ગામની સીમમાં સબવેય સીરામીક નામનું કારખાનામાથી ૧૮ ઇલેક્ટ્રિક એસી ડ્રાઇવ કિંમત રૂપિયા ૯૦ હજારની ચોરાઈ હોવાની ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીના લગધીરપુર રોડ ઉપર લાલપર ગામની સીમમાં સબવેય સીરામીક નામનું કારખાનું ધરાવતા બીપીનકુમાર ભુદરભાઇ વિઠલાપરાએ આરોપી જોગુભાઇ અકરમભાઇ બારીયા, રાકેશભાઇ જાનુભાઇ ખોખર, ઇમરાનભાઇ ગુલામભાઇ ખોલેરા, જાવીદભાઇ ગનીભાઇ ઘોણીયા અને મહમદઅલી ગુલામહુશેન કચ્છી વિરુદ્ધ 90 હજારની ઇલેક્ટ્રિક એસી ડ્રાઇવ ચોરાવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચેય વિરુદ્ધ આઈપીસી એક્ટ હેઠળ ગુન્હો નોંધી અટકાયત કરવા કાર્યવાહી હાથ ધરી છે.