મોરબી: સીરામીક વેપારી પાસેથી ટાઇલ્સનો જથ્થો મંગાવીને બિલની રકમ નહિ ચૂકવતા બે શખ્સો વિરૂધ છેતરપીંડીની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીનાં સામાકાંઠે ફ્લોરા હાઉસમાં રહેતા કાલિદાસભાઈ ઉર્ફે કારૂભાઇ જાદવજીભાઈ માકસણાએ આરોપીઓ જગદીશભાઈ જોગાણી અને નિલેશભાઈ સાવલીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેની પીપળી ગામની સીમમાં સેફોન સીરામીક ફેકટરી આવેલી હોય અને પોતે ટાઈલ્સનો વેપાર કરતાં હોય આરોપીઓએ કોઈપણ રીતે સીરામીક બાબતે માહિતી મેળવી ફોન કરી ફરિયાદી કાલિદાસભાઈને વિશ્વાસમાં લઈ ટાઈલ્સનાં કુલ બોક્સ નંગ ૧૭૫૦ કિં.રૂ.૪,૧૩,૮૨૬ મંગાવ્યા હતાં. જે ટાઈલ્સના બીલની રકમ ન ચુકવી ફરિયાદી સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી કર્યાની તેઓએ ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.