મોરબી: મોરબીના ઘુંટુ ગામ નજીક આવેલ મેટ્રોપોલ સિરામિક ફેકટરીમાં કામ કરતી વેળાએ પોલીસિંગ બેલ્ટનાં પટામાં આવી જતાં શ્રમીક મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ઘુંટૂ ગામમાં લગધીરપૂર રોડ પર મેટ્રોપોલ સીરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા લલીતાદેવી રામરતન માલવીયા (ઉ.વ.૪૨)મેટ્રોપોલ સીરામીક ફેક્ટરીમાં કામ કરતી વેળાએ પોલીસીંગ બેલ્ટના પટામાં આવી જતા તેમનું મોત નીપજ્યું છે.
આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં અકસ્માતે મોત દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી