મોરબી જિલ્લામાં કોરોના કહેર વધ્યો છે. ત્યારે વધતાં કોરોના સંક્રમણને અટકાવવા તથા લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર મોરબી મોરબી સિરામિક એસોસિએશન અને મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા વિનામૂલ્યે માસ્ક વિતરણ કરીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

જેમાં ગઇકાલે મોરબી સિરામીક એસોશિએસનના સહયોગથી એસોશિએશનના પ્રમુખ નિલેષભાઇ જેતપરીયા, મુકેશભાઈ કુંડારિયા, વિજયભાઇ પટેલ, નરેન્દ્રભાઇ સંઘાત, પરેશભાઇ ઘોડાસરા તેમજ મહેશભાઇ બોપલીયા, એ ડીવીઝન પીઆઇ જે.એમ.આલ તેમજ પોલીસ કર્મચારીઓ અને મોરબી જીલ્લા ટ્રાફીક બ્રિગેડ દ્વારા મોરબીમા જાહેર માર્ગ ઉપર દંડના બદલે ફ્રી માસ્કનુ વિતરણ કરી લોકોને કોરોના મહામારી અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
