મોરબી : ભારતીય સંવિધાન નિમાર્તા ડો. બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મજયંતિ નિમિત્તે તેમની વિચારધારાને જન-જન સુધી લઈ જઈને તેમને શ્રદ્ધાંજલી આપવા માટે સામાજિક સમરસતા મંચ-ગુજરાત દ્વારા ફેસબુક અને યુટયુબના માધ્યમથી ઓનલાઇન પ્રવચનનું આયોજન કર્યું છે.
જેમાં ‘વર્તમાન પરિપ્રેક્ષ્યમાં ડો. બાબાસાહેબ આંબેડકર’ વિષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાપશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેસિયા દ્વારા વક્તવ્ય આપવામાં આવશે. આ વેબિનાર તા. 14 એપ્રિલના રોજ સાંજે 7 કલાકે યુ-ટ્યુબ લિંક : https://www.youtube.com/vskguj ફેસબુક લિંક : https://www.facebook.com/vskgujarat/ પર જોઈ શકાશે.