મોરબી સહિય પાંચ જિલ્લામાંથી હદપાર થયેલ ઈસમ હદપારી હુકમનો ભંગ કરી મળી આવતા મોરબી બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના વિસીપરામાં અમરેલી રોડ પર રહેતો અબુભાઈ ફતેમામદ કટિયા (ઉ.૩૨) ને મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ-ભુજ જિલ્લાઓમાંથી હદપારી હુકમ ૧૨ મહિના માટે કરેલ હોવા છતાં મોરબી જીલ્લાની હદમાં મળી આવતા મોરબી બી ડીવીઝન પોલીસે તેને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે