દલવાડી સર્કલથી સોસાયટી સુઘી સિમેન્ટ રોડ ,તેમજ જાહેર સ્ટ્રીટ લાઇટ સહિતના પ્રાથમિક પ્રશ્નો લેખિતમા રજુ કર્યા

મોરબી માળીયાના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ આજે મોરબી સર્કિટ હાઉસ ખાતે યોજેલ લોકસંપર્ક કાર્યક્રમમા પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીના દલવાડી સર્કલથી સોસાયટી સુઘી સિમેન્ટ રોડ, જાહેર સ્ટ્રીટ લાઇટ સહિતના પ્રશ્રો સોસાયટીના પ્રમુખ દ્વારા રજુ કરાયા હતા. આજરોજ શહેર ના સર્કીટ હાઉસ ખાતે નાગરિકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે લોકદરબાર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીના પ્રમુખ રાજુભાઈ ભંભાણી, તેમજ સોસાયટીના ખજાનચી જનકભાઈ રાજા (પત્રકાર) દ્વારા સોસાયટીના પ્રાથમિક પ્રશ્નો જેવા કે દલવાડી સર્કલ થી સોસાયટી ના મુખ્ય દરવાજા સુધી સિમેન્ટ રોડ બનાવવા, તેમજ તે રોડ ઉપર જાહેર સ્ટ્રીટ લાઇટ નાખવા, સોસાયટીમાં લુખ્ખા તત્વોને ડામવા પોલીસ પેટ્રોલિંગ રાઉન્ડ ધ કલોક આપવા,સહિતના વિવિધ પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી. આ તકે માન. મંત્રીશ્રી દ્વારા પ્રશ્નોના નિવારણ તાત્કાલીક અને સમયસર આવે તે માટે રજૂઆતોને ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી કરવા અધિકારીઓને જણાવ્યું હતું.