મોરબી સત્સંગ સમાજ દ્વારા શ્રી હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી 3 જાન્યુઆરીથી શરૂ થનાર હનુમાન ચાલીસા કથા 9 જાન્યુઆરીના રોજ પૂર્ણાહિતી પામશે. મોરબીના રામેશ્વર ફાર્મ ઘુનડા રોડ ખાતે આયોજિત આ કથામાં હરિપ્રકાશદાસજી સ્વામી-અથાણાવાળા હનુમાન ચાલીસા કથાનું રસપાન કરાવશે.
કાર્યકમની રૂપરેખા તા.3/1/22 સોમવાર રાત્રે 8:30 કલાકે કથાનો પ્રારંભ, રાત્રે 9 કલાકે સંતોના વરદ તેમજ યુવાનોના દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવશે. તા.4/1/22 ને મંગળવારના રાત્રે 10:30 કલાકે હનુમાન ઉત્સવ, તા.8/1/22 ને શનિવાર રાત્રે 9 કલાકે અન્નકુટ ઉત્સવ તેમજ તા.9/1/22ને રવિવારના રોજ કથા પુર્ણાહુતી પામશે. આ સમગ્ર કથામાં બાંધકામ સમિતિના ચેરમેન અને સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના સંસ્થાપક અજયભાઇ લોરીયા દ્વારા પ્રસાદ આપવામાં આવશે. તા.6/1/22 ને ગુરૂવારના રોજ રાત્રે 8 થી 10 કલાકે સંસ્કાર બ્લડ બેંક દ્વારા કથા સ્થળે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં સંતો, રાજકીય આગેવાનો તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.