તારીખ 28/03/2024 ના રોજ મોરબી શહેર ની પ્રાથમિક શાળા તાલુકા શાળા નંબર 1 ખાતે ધોરણ -8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.જેમા શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકો, શૈક્ષણિક સ્ટાફ, બુનીયાદી કન્યા શાળાનો શૈક્ષણિક સ્ટાફ તથા મધ્યાહન ભોજન સ્ટાફ બધાએ સાથે ભોજન લીધું.
તાલુકા શાળા ના બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા.બાળકોએ વિદાય ગીત તેમજ વિદાય લેતા બાળકોને શુભેચ્છાઓ પાઠવી.શાળાનાં શિક્ષકો ભાવેશભાઈ બાવરવા, ભાવેશભાઈ બોરીચા, હરદેવભાઈ ડાંગર, દિપકભાઇ જાદવ, વંદનાબેન ઠોરીયા, તૃપ્તિબેન પુજારા, પ્રજ્ઞાબેન ફુલતરીયા, હિતાબેન અઘેરા,તેમજ આચાર્યશ્રી સુભાષભાઈ ખાંભરા દ્વારા બાળકોને શુભેચ્છાઓ પાઠવી તેમજ યોગ્ય માર્ગદર્શન આપ્યું.વિદાય લેતા બાળકો દ્વારા શાળાને ગુરુ દક્ષિણા રૂપે ભેટ અર્પણ કરવામાં આવી.અંતે બાળકોએ આ વિદાય ના દુઃખ ને ભુલી જવા માટે કેક કાપી સેલિબ્રેશન કરી સાથે સમોસાનો નાસ્તો કરી સૌ ભારે હ્રદયે છુટા પડ્યા.

