મોરબી શહેરની જ્ઞાન વિહાર શાળામાં ધોરણ -6 માં અભ્યાસ કરતી બાળકી નો રિપોર્ટ પોઝીટીવ
મોરબી જિલ્લામાં કોરોનું સક્રમણ વધ્યું છે. જેમાં આજે વધુ 12 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 39 એ પહોંચ્યો.
આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર આજે મોરબી તાલુકામાં કોરોનાના નવા 12 કેસો નોંધાયા છે જેમાં 01 મોરબી ગ્રામ્ય અને 10 કેસ મોરબી શહેરી વિસ્તારમાં નોંધાયા છે તેમજ માળિયા ગ્રામ્ય માં પણ 01 કેસ નોંધાયો છે આમ નવા 12 કેસો સાથે જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 39 એ પહોંચ્યો છે.
આગાઉ મોરબીની નવયુગ વિદ્યાલય અને ટંકારાની નાલંદા વિદ્યાલય માં વિધાર્થીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા આજે મોરબી શહેરની જ્ઞાન વિહાર શાળા માં ધોરણ -6 માં અભ્યાસ કરતી બાળકી ને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.