Wednesday, April 23, 2025

મોરબી શહેરની દુર્દશા માટે જવાબદાર કોણ..!! લાખો રૂપિયાના રોડ-રસ્તાના ખર્ચો છતાં ઠેર-ઠેર ખાડાઓથી લોકો ત્રાહિમામ

Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેરમાં ખરેખર સારી સુખ સુવિધા ક્યારે થશે તે એક મોટો પ્રશ્ન છે. હાલમાં મોરબીમાં હજુ પૂરો પાંચ ઈચ પણ વરસાદ થયો નથી ત્યાં મોરબીના રોડ પર ખાડા પડવાના શરૂ થઇ ગયા છે.  આમાં નો એક રોડ શનાળા બાય પાસથી રફાળેશ્વરને જોડતો, મચ્છુ-૨ની કેનાલ ને સમાંતરે આવેલો રોડ કે જેની ઉપર ખુબજ મોટા ખાડાઓ એક વરસાદથી પડી જવા પામેલ છે. તેવી રજુઆત ઇન્ટરનેશનલ હ્મુમન રાઇટ્સના જનરલ સેક્રટરી કાંતિલાલ ડી.બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે.

તેમણે લેખિતમાં વધુ જણાવ્યું હતું કે, આ ઉપરાંત હાલમાં નગરપાલિકા દ્વારા વરસાદના પાણીના નિકાલ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરેલ હોવા છતા ઠેર-ઠેર વરસાદના પાણીના તળાવો જોવા મળે છે. રોડ ઉપર પણ પાણી ભરાયેલ છે. તો મોરબીને આ મુશ્કેલીમાંથી બહાર કાઠવા માટે આ કામો તાત્કાલિક યુદ્ધના ધોરણે કરાવીને મોરબીની જાહેર જનતાને આ દોજખમાંથી બહાર કાઠવા વિનંતી છે. અને રોડ નું ચોમાસામાં નવી પદ્ધતિ અને ટેકનીકથી થઇ શકતું કામ મોરબીમાં કરવામાં આવે તેવી અમારી માંગણી છે. જો ઉપરોક્ત બાબતે દિવસ ત્રણમાં તાત્કાલિક કોઈ નિર્ણય કરવા નહી આવે તો ઉમિયા સર્કલથી રફાળેશ્વર વાળા રોડ પર પડેલા ખાડાઓમાં વ્રુક્ષા રોપણ કરીને વિરોધ પ્રદર્શન કરીશું. તેવી ચીમકી ઇન્ટરનેશનલ હ્મુમન રાઇટ્સ એસોસીએશનના કાંતિલાલ ડી. બાવરવાએ ઉચ્ચારી છે.

Related Articles

Total Website visit

1,502,238

TRENDING NOW