મોરબીમાં શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા કોરોનાના દર્દીઓને ઓક્સિજનને લઈને પડતી હાલાકીને ધ્યાને લઈને યુએસથી ફિલિફસ કંપનીનાં 30 જેટલા ઓક્સિજન કોન્સનટ્રેટર મશીન મંગાવાયા છે. આ મશીનને સંસ્થા દ્વારા નિઃશુલ્ક રીતે સેવા માટે આપવામાં આવશે. કોઈપણ દર્દી આ મશીન ડોકટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે ડિપોઝીટ જમા કરાવીને લઈ જઈ શકે છે. બાદમાં મશીન પરત કરીને પોતાની ડિપોઝીટની રકમ પણ પરત મેળવી શકે છે.
શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા 92 થી 9% પ્યોરિટી વાળો ઓક્સિજન ઉત્પન્ન કરતું મશીન વસાવવામાં આવ્યું છે. આ મશીનમાં શક્ય હોય તો આરઓનું પાણી વાપરવું સાથે જ જણાવ્યું હતું કે, જ્યાં લીફ્ટ ન હોય અથવા તો વધુ નાની શેરીઓમાં પણ આ મશીન સરળતાથી લઈ જઈ શકાશે અને મશીન સારૂ કામ કરશે. પોસ્ટ કોવિડ અને કોવિડ માટે આ મશીન આશીર્વાદ રૂપ બની રહેશે. આ મશીન જ્યાં જ્યાં સેવામાં આપવામાં આવશે ત્યાં મેડિકલ ઓફિસર અને ટીમ પણ તૈનાત કરવામાં આવશે.
આ સેવાયજ્ઞમાં સહયોગી ડોકટર ટીમમાં ડો.દિલીપભાઈ ભટ્ટ, ડો. જયેશભાઈ સનારિયા, ડો. તેજસભાઈ પટેલ, ડો. મનીષભાઈ સનારિયા, ડો. વીરેનભાઈ સંઘાણી, ડો. વરુણભાઈ ભટ્ટ, ડો. હિતેશભાઈ પારેખ અને ડો. ભાવિનભાઈ ચંદે કાર્યરત છે. આ ઓક્સિજન કોન્સનટ્રેટર મશીન મેળવવા માટે ક્રિપાલસિંહ ઝાલા મો.નં. 9724677777, 9804833333નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
