મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શક્તિ ચેમ્બર પાસે મેલડી માંના ઢાળીયા પાસેથી ગત તા.18 ના રાત્રિના સમયે ઘનશ્યામભાઈ ઇશ્વરભાઇ (રહે.ઉમિયાનગર) વાળાને બાળા મળી આવેલ હતી.
જે પોતાનું નામ તનુજા જણાવતી હોય અને હિન્દી ભાષા જાણે છે. જેથી બાળાના માતા-પિતાને જાણતા હોય તો મોરબી બી ડીવીઝન પોલીસ મો 02822242651 તથા મોબાઈલ નં.8990708991 પર જાણ કરવા વિનંતી કરાઇ છે.