મોરબી: વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી અને જિલ્લા આરોગ્ય તંત્ર મોરબી દ્વારા ફ્રી કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કોરોના રસીકરણ કેમ્પ પ્રાગટય કિલનિક, આંબેડકર કોલોની, રોહિદાસ પરા મેઈન રોડ, મોરબી ખાતે તા. 13/04/2021 સમય : સવારે 10 વાગ્યે યોજાશે. જેમાં તો 44 વર્ષથી ઉપરના તમામ મહિલાઓ અને પુરૂષોએ અચૂક લાભ જેવો ડાયાબિટીસ, બી.પી. કે અન્ય ગંભીર બિમારીવાળાએ તો અચુક રસીકરણ કરાવવા અનુરોધ કરાયો છે. તેમજ કેમ્પમાં અગાઉથી નોંધણી કરવી જરૂરી હોય જેથી ડો.પરેશ પારીયા મો.9978999777 પર સંપર્ક કરવો. તેમજ રસીકરણ માટે આવતા વ્યકિતએ આધાર કાર્ડ સાથે જરૂર રાખવા અને રસીની કોઈ આડઅસર થતી નથી તેથી અફવાઓથી દુર રહેવા યાદીમાં જણાવાયું છે.