મોરબી એલસીબી પોલીસ ઇન્સ્પેકટર વી.બી.જાડેજાનાં માર્ગદર્શન હેઠળ આજરોજ એલ.સી.બી. ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મળેલ બાતમીનાં આધારે લાલપર ગામ નજીક ઓરસન ઝોન સામે મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ પરથી મારૂતી બ્રેઝા કાર નં. જીજે-૧૨-સીપી-૪૧૩૮ કિં.રૂ.૪,૦૦,૦૦૦/- વાળીમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૨૪૦ કિં.રૂ.૧,૨૪,૮૦૦/ ના મુદ્દામાલ સાથે આરોપી જયદિપસિંહ રણજીતસિંહ સોઢાને ઝડપી પાડી દારૂની બોટલો તથા કાર મળી કુલ રૂ. ૫,૨૪,૮૦૦/ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની અટકાયત કરી હતી. ઈંગ્લીશ દારૂનો જથ્થો આરોપી નિલેષ માનુ (રહે. સામખીયાળી, કચ્છ) વાળાનો હોય અને તેઓ બન્ને ભાગીદારીમાં આ દારૂ વેચાણ કરતા હોવાનું ખુલતા મોરબી એલસીબીએ બન્ને આરોપી વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરી કરનાર અધિકારીઓ વી.બી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર, પો.સ.ઇ. એન.બી.ડાભી તથા પો.હેડ કોન્સ. વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઇ કાણોતરા ચંદ્રકાંતભાઇ વામજા નીરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમાર,ભગીરથસિંહ ઝાલા,વિક્રમભાઇ કુગશીયા,ભરતભાઇ જીલરીયા, વિગેરે.