
મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર રાણેકપર ગામના પાટીયાથી મોરબી તરફ આવતા વણાંક નજીક ભારત રોડ વેજ સામે બાઇક સ્લીપ થતાં બાઈક સવારને ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે લઈ જતાં ઘટનાસ્થળેથી કોઈ બાઈક ચોરી કરી ગયાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના ઢુવા ગામે આવેલ ફેનીક્સ કારખાનાની મજુરની ઓરડીમાં રહેતા મુકેશભાઈ રાયસનભાઈ ડામોર (ઉ.વ.૨૩)એ કોઈ અજાણ્યા ઈસમ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગઈકાલના રોજ ફરીયાદી પોતાના કૌટુંબીક બનેવી માનસિંગભાઈ કટારા નું હોન્ડા કંપનીનું સાઈન ડ્રીમ મોટરસાયકલ રજી નં- GJ-35-L-3720 (કિં.રૂ.૭૦,૦૦૦) વાળું લઈને મજુરી કામ અર્થે જતા હોય ત્યારે મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર રાણેકપર ગામના પાટીયાથી મોરબી તરફ આવતા વણાંક નજીક ભારત રોડ વેજ સામે બાઇક સ્લીપ થતાં અકસ્માત થયેલ હોય જેથી ફરીયાદીને ઈજા થતાં મોટરસાયકલનેં લોક કર્યા વગર ચાવી સાથે સ્થળ ઉપર મુકી સારવાર અર્થે મોરબી ગયેલ હોય અંને બાદમાં તે મોટરસાયકલ બનાવના સમયે બનાવવાળી જગ્યાએથી કોઈ ચોરી કરી ગયા હોવાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. આ બનાવમાં ફરીયાદનાં આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

