મોરબી: લીવ રિઝર્વમાં રહેલા ત્રણ PI અને PSIની આંતરીક બદલી, મોરબી એ ડીવિઝન પીઆઇને લીવ રિઝર્વમાં મુકાયા
મોરબી: મોરબીમાં ઘણા લાંબા સમયથી પીઆઈની બદલીઓ થતાં જગ્યાઓ ખાલી પડી હતી. જેમાં આજે મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા ત્રણ પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે.
મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી શહેર એ ડિવિઝનનાં સ્ટ્રીટ પીઆઈની છબી ધરાવતા પીઆઈ એમ પી પંડ્યાને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે. જેમાં એ ડિવિઝનમાં નવા પીઆઈ તરીકે એચ. એ.જાડેજા ની નિમણુક કરવામા આવી છે તે ઉપરાંત લીવ રિઝર્વ અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ચાર્જમાં રહેલા કે. એ.વાળાને કાયમી કરી મોરબી તાલુકા પીઆઈ તરીકે નિમણુક કરવામાં આવી છે. જ્યારે લીવ રિઝર્વમાં રહેલા ત્રણ પીએસઆઈની પણ આંતરીક બદલીઓ કરવામાં આવી છે જેમાં લીવ રિઝર્વ અને ટંકારા ચાર્જમાં રહેલા એચ.આર.હેરભા ને ટંકારા,સી.એમ.કરકર ને રીડર પીએસઆઈ અને એમ.જે.ધાંધલ ને હળવદ પોલીસ સ્ટેશનમાં નિમણુક આપવામાં આવી છે.
જ્યારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન મહત્વનું ગણવામાં આવે છે ત્યારે ઘણા લાંબા સમયથી એ ડિવિઝન પીઆઈ તરીકે ફરજ બજાવતા મયંક પંડ્યાનાં કાર્યકાળ દરમ્યાન તેઓ ચર્ચામાં રહ્યા હતા જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ, ગેરકાયદેસર દબાણ સામે લેન્ડ ગ્રેબિગની ફરિયાદો, વ્યાજ સામે કડક કાર્યવાહી અને દારૂ જુગાર બાબતે ચર્ચામાં અવાર નવાર ચમકતા રહ્યા હતા તો અનેક ગુનેગારો અને આવારા તત્વોને પણ ઠેકાણે પાડી દીધા હતા ત્યારે દબંગ અને પોતાની આગવી કામગીરીથી ચર્ચામાં રહેલા એ ડિવિઝન પીઆઈ એમ પી પંડ્યા ને લીવ રિઝર્વમાં બદલી કરી સાથે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીઆઈ તરીકેનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે.