મોરબી :- લીલાપર રોડ પાસે આવેલ મચ્છુ નદી પુલ પરથી દેશી બનાવટની બંદૂક તેમજ કાર્ટિસ સાથે એક ઝડપાયો.
મોરબીના લીલાપર રોડ પર આવેલ મચ્છુ નદીના પુલ પર થી દેશી હાથ બનાવટની બંદૂક તેમજ જીવતા કાર્ટિસ સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી. એ પકડી પાડયો છે. ત્યારે આ અંગે હાલ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી.ટીમને બાતમી મળેલ કે, સની અમુભાઇ ચાવડા રહે સો ઓરડી મોરબી વાળો અત્યારે નદીજોધપર લીલાપર રોડ ઉપર આવેલ મચ્છુનદીના પુલ ઉપર ઉભો છે અને તેની પાસે એક દેશી હાથ બનાવટની જુની પીસ્તોલ છે એ રીતેની મળેલ બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ જઇ વોચમાં રહી કોર્ડન કરી સની ઉર્ફે ભાણો અમુભાઇ ઉર્ફે બાબુભાઇ ચાવડા ઉ.વ.૩૭ રહે. હાલ મોરબી સો ઓરડી વરીયા મંદિર પાછળ રવિભાઇ શંકરભાઇ કુંભારના મકાનમા ભાડેથી તા.જી.મોરબી મુળ ગામ જુનારાયસંગપર ડબા ચોક તા.હળવદ જી.મોરબી વાળોને દેશી બનાવટની પીસ્તોલ નંગ-૧ કિં.રૂ.૫,૦૦૦/- તથા જીવતા કાર્ટીઝ નંગ- ૧ કિં.રૂ.૧૦૦/- મળી કુલ કિં. રૂપીયા ૫૧૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.