મોરબી લીલાપર રોડ પર આવેલ બોરીચાવાસ પાસેના વિધુત સ્મશાન પાસેના પુલ ઉપર પાણી પુરવઠાની ઢીલી નિતિના કારણે વાલ્વમાંથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તંત્ર જાણે ભરનિદ્રાંમાં હોય કોઈ તસ્દી નહીં લેવામાં આવતા રાહદારીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
જાણવા મળતી વિગત મુજબ મોરબી લીલાપર રોડ ઉપર આવેલા વિધુત સ્મશાનની બાજુમાં બોરીચાવાસ પાસે આવેલ પુલ ઉપર પાણી પુરવઠા વિભાગ દ્વારા નખાયેલ લાઈનના વાલ્વમાંથી બેફામ પાણીનો બગાડ થતો હોય આ લીકેજ વાલ્વને રિપેરીંગ કરવા અનેક વખત સ્થાનીકો દ્વારા રજુઆત કરેલ છે. છતા પાણી પુરવઠા વિભાગના જે તે લબાડ બાબુઓ કોઈપણ જાતનુ ધ્યાન ન આપતા હોવાની રાવ ઉઠી છે.
તેમજ સ્થાનીકોની અનેક વખત મૌખીક રજુઆત છતા આંખ આડાકાન કરી સરકારી બાબુઓ ફાટીને ધુમાડે ગયા હોય તેમ લીકેજ વાલ્વને રિપેરીંગ કરવાની તસ્દી નથી લેતા તો સરકાર પાણી બચાવો અભિયાન ચલાવી જળ એજ જીવન પરંતુ અહી તો જળના વેડફાટે લોકોનુ જીવન હરામ કરી દીધુ હોય તેમ પુલ ઉપર ભરાયેલ રહેતા પાણીમાં અવાર નવાર આ રોડ પર રાહદારીઓને પાણીમાંથી પસાર થવુ પડે છે. જેથી નિંભર તંત્રની ઊંઘ ઉડાડવા મોરબી વિશ્વ હિંન્દુ પરીષદના અધ્યક્ષ કે.બી.બોરીચાએ અનેક વખત રજુઆતો કરેલ છે. છતા કોઈ યોગ્ય નિરાકરણ ન લાવતા હોવાથી લતાવાસીઓમા રોષ જોવા મળી રહ્યો છે.
