મોરબી: હાલમાં કોરોના મહામારીને લઇને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કોરોના વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જાહેરનામું બહાર પાડ્યુ છે. જેમાં 100 થી વધુ વ્યકિત કોઈપણ લગ્ન પ્રસંગોમાં એકત્રિત ન થાય તેમજ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનો ફરજિયાત ઉપયોગ કરી પાલન કરવા જાહેરનામું બહાર પાડ્યું છે. જેનો લીલાપર ગામે સરકારી આવાસ યોજનામાં રહેતા પરિવારના ઘરે લગ્ન પ્રસંગમાં 100 થી વધુ વ્યકિતો ભેગા થતાં પોલીસે કાર્યવાહી કરી છે.
મોરબીના લીલાપર રોડ પર સરકારી આવાસ યોજના ક્વાટરમાં રહેતા જગદિશભાઈ પ્રભુભાઇ દેલવાણીયા તથા પપુભાઇ સવજીભાઈ દેલવાણીયા (રહે.આનંદની શનાળા બાયપાસ મોરબી) ઘરે લગ્ન પ્રસંગ હોય જેમાં 100 થી વધુ વ્યકિત એકત્રિત થતાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બન્ને વિરૂધ ગુનો નોંધાયો છે.