મોરબી તાલુકાના બેલા ગામે આવેલ લીઝા કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોરનાં સાતમાં લેબર ક્વાર્ટરમાં યુવકની લાશ મળી આવી હતી.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા ગામમાં જેતપર રોડ ઉપર ઓમ કોમ્પ્લેક્ષની સામે લીઝા કારખાનાના લેબર કવાર્ટરમાં ગ્રાઉન્ડ ફલોરના સાતમાં લેબર કવાર્ટરમાં રહેતા નિલેશ બાબુલાલ પાઠક (ઉ.વ.-૩૮- મુળ રહેવાસી-રાજાદિલહરા ગામ, જીલ્લો મધ્યપ્રદેશ)ની ગઈકાલનાં રોજ લીઝા કારખાનાના લેબર ક્વાર્ટરમાં લાશ મળી આવી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.