મોરબીની રાજપર ચોકડી પાસે નજીવી બાબતે યુવાન પર ત્રણ શખ્શોએ માર મારી છરી વડે હુમલો કર્યો હતો. આ બનાવ અંગે યુવાને ત્રણેય શખ્શ વિરૂધ મોરબી સીટી આ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના શક્ત શનાળા શક્તિ પ્લોટમાં રહેતા મહિપાલસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ આરોપી રવુભા બનુભા ઝાલા, યુવરાજસિંહ જાડેજા, લગધીરસિંહ ઉર્ફે પાંડુ પરમાર (રહે. ત્રણેય શકત શનાળા તા.જી.મોરબી) વિરુદ્ધ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે તા. 18નાં રોજ સાંજે સાત વાગ્યાનાં અરસામાં ફરિયાદી પોતાનું મો.સા. લઈ રાજપર ચોકડી પાસે આવેલ શિવ શક્તિ હોટલે ચા પીવા માટે આવેલ ત્યારે ફરિયાદીનું મો.સા. ત્યાં પાર્ક કરેલ હોય ઉપરોક્ત ત્રણેય આરોપીઓ અલગ-અલગ મો.સા. લઈ ત્યાં આવેલ અને લગધીરસિંહએ તેનું મો.સા. ફરિયાદીનાં મો.સા. સાથે અડાડતા ફરિયાદીએ આરોપી લગધીરસિંહને કહેતા કે કેમ મારા મોટર સાયકલ સાથે અડાડેલ જેથી આરોપી જેમફાવે તેમ ગાળો આપવા લાગેલ અને આરોપીઓ યુવરાજસિંહ તથા લગધીરસિંહએ ફરિયાદીને પકડી રાખેલ અને આરોપી રવુભાએ તેના નફામાંથી છરી કાઢી ફરિયાદીને જમણા પગમાં સાથળનાં ભાગે એક ઘા મારી ઈજા પહોંચાડેલ હતી. આ બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.