મોરબી – માળીયા હાઈવે પર ટીંબડી પાટીયા પાસે હરી સોસાયટીમાં રહેતા અનીલભાઈ નવઘણભાઈ લીંબડીયા (ઉ.વ.૩૧) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર -જીજે-૩૬- વિ-૬૪૪૬ ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક જેના રજીસ્ટર નં- GJ-36-V-6446 વાળો ગફલત ભરી રીતે બેદરકારીથી મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી લાવી ફરીયાદિની મારૂતી સુઝુકી કંપનીની બ્રેઝા ફોરવ્હીલ કાર જેના રજીસ્ટર નં- GJ-03-NP-5510 ની સાથેટક્કર મારતા ફરીયાદીની બ્રેઝાગાડી પલ્ટી મારી ગયેલ જેમા ફરીયાદી તથા સાહેદને મુંઢઇજા કરી નાની મોટી મુંઢ ઈજા કરી ટ્રક ચાલક નાસી ગયો હોય જેથી ભોગબનાર અનિલભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.