મોરબી: કોઈપણ કુદરતી આફત હોય કે દેશમાં જ્યારે પણ જરૂર હોય ત્યારે મોરબીવાસીઓ આર્થિક મદદ કરવામાં સેવાની સરવાણી વ્હાવવામાં હરહંમેશ તત્પર હોય છે. હાલ જ્યારે મોરબી પંથકમાં કોરોના કહેર કાળો કેર વર્તાવી રહ્યો છે.
ત્યારે પ્રભુભાઈ મોહનભાઈ મેરજા નિવૃત શિક્ષક દ્વારા પોતાના પૌત્ર તન્મય સંદીપભાઈ મેરજાના જન્મદિવસ નિમિત્તે રૂપિયા 11111/- રૂપિયા અગિયાર હજાર એકસો અગિયારની ધનરાશી આદર્શ નિવાસી શાળા રફાળેશ્વર ખાતે યંગ ઈન્ડિયા ગ્રૂપ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંચાલિત કોવિડ કેસ સેન્ટરમાં અર્પણ કરી સેવા યજ્ઞમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આહુતિ આપેલ છે. એ બદલ સેન્ટરના સંચાલકો દ્વારા તન્મયને જન્મ દિવસની શુભેચ્છા પાઠવેલ છે. અને એમના દાદા પ્રભુભાઈ મેરજાનો ઋણ સ્વીકાર કરેલ છે.
