મોરબી જિલ્લાના મ્યુકર માઈકોસીસના દર્દી માટે જરૂરી એવા ઈન્જકશન મળી રહ્યા નથી જેથી કરીને દર્દી અને તેના પરિવારજનોને હેરાન થવુ પડે છે. જેથી મોરબી જીલ્લા ભાજપના પુર્વ અધ્યક્ષ દ્વારા હાલમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મોરબી જીલ્લા પ્રભારી મંત્રીને લેખિતમાં રજૂઆત કરીને મોરબી તેમજ રાજકોટમાં સારવાર લેતા મોરબી જિલ્લાના મ્યુકરમાઈકોસીસના દર્દી માટે ઈન્જકશન સરળતાથી અને સિવિલમાં વિનામૂલ્યે મળે તેના માટેની વ્યવસ્થા કરવા માટેની માંગ કરવામાં આવી છે.
મોરબી જીલ્લા ભાજપના પુર્વ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા દ્વારા હાલમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ અને મોરબી જીલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરીને મોરબી જીલ્લામાં મ્યુકરમાઈકોસીસના આશરે 100 જેટલા દર્દીઓ છે. જેની મોરબી પ્રાઈવેટ હોસ્પીટલો અને રાજકોટ પ્રાઈવેટ તેમજ સીવીલ હોસ્પીટલમાં સારવાર ચાલુ છે તેને સારવાર માટે જરૂરી ઈન્જકશનો મોરબી કે રાજકોટમાં મળતા નથી અને આવા પેશન્ટોની ઘણાની આર્થીક પરિસ્થિતિ નબળી હોય અને આ રોગની ટ્રીટમેન્ટ બહુ જ મોંઘી હોય છે. માટે જેની આર્થીક પરિસ્થિતિ નબળી હોય તેને સીવીલ હોસ્પીટલ દ્વારા મફત ઈન્જકશનો આપવા જોઈએ અને દરેક પેશન્ટો માટે ઝડપથી ઈન્જકશનો મળી જાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે.