મોરબી માળીયા વિધાનસભા ના પૂર્વ ઉમેદવાર તેમજ આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી એવા પંકજ રાણસરીયા દ્વારા વિનોદભાઈ ચાવડા ને પૂછવા મા આવ્યા અમુક સવાલો
ત્યારે પંકજભાઈએ સવાલો કર્યા છે કે, કચ્છ મોરબી લોકસભા ના ઉમેદવાર એવા વિનોદ ભાઈ ચાવડા નો ગઈ લોકસભા મા વિજય થતા મોરબી જીલ્લા મા એમનો સત્કાર સંભારંભ નું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજ રાણસરિયા દ્વાર વિનોદ ભાઈ ને પૂછવા મા આવ્યુ કે મોરબી ની જનતા એ એમને 10 વર્ષ શાશન આપ્યું અને ફરી પાછા એક વાર મોકો આપ્યો ત્યારે વિનોદ ભાઈ દ્વારા મોરબી ને શું આપવા મા આવ્યું? લાતી પ્લોટ વિસ્તાર ના ગટર ના પાણી ના નિકાલ નું અને રોડ રસ્તા નું સમાધાન ક્યારે? મોરબી ના લોકો ને સારા રસ્તા ક્યારે ? મોરબી ના બાળકો માટે ફરવા લાયક સ્થળ કે બાગબગીચા ક્યારે? વરસાદ ના પાણી ના યોગ્ય નિકાલ ક્યારે ? શાખ માર્કેટ પાછળ ના વેપારી ના પ્રશ્નો ના સમાધાન ક્યારે ? માળીયા તાલુકા ને કેનાલ ના પાણી ક્યારે મળશે ? આવા તો કેટલાય સવાલો વિનોદ ભાઈ ને મીડિયા માધ્યમ થકી પૂછવા મા આવ્યા છે અત્યાર સુધી તો સમજ્યા પણ હવે જાગૃત નાગરિક તરીખે કામો ના હિસાબ તો લેવા મા આવશેજ અને મોરબી ની જનતા ને જાગૃત કરી કામો પણ કરાવવા મા આવશે ખાસ તો આટલા વર્ષો મા મોરબી ના ક્યા પ્રશ્નો તમે સાંસદ ભવન મા ઉપડ્યા ? એ પણ એક મોટો સવાલ છે